ચારધામ યાત્રા વચ્ચે ગુરૂવારે (8 મે) ઉત્તરકાશી જિલ્લામાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. મુસાફરો ચારધામ યાત્રા પર ગયા હતા અને તેમને બરસાલીથી ગંગોત્રી પામ જવાનું હતું. હેલિકોપ્ટર ખાનગી કંપની એરોટ્રાન્સનું હતું. આ 7 સીટર હેલિકોપ્ટર ગંગોત્રી પાસે ક્રેશ થયું હતું. દુર્ઘટનામાં વડોદરાના પ્રતાપગંજ વિસ્તારમાં રહેતા 59 વર્ષીય પાઇલટ રોબિન સિંહનું પણ મોત નીપજ્યું હતું. રોબિન સિંહ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી એરોટ્રાન્સ કંપનીમાં પાઇલટ તરીકે ફરજ બજાવતા હતા. તેમનો આખો પરિવાર વડોદરા ખાતે રહે છે. દુર્ઘટનાની જાણ પરિવાર તુરંત ઉત્તરકાશી જવા રવાના થયો હતો.

