રાજકોટમાં ચોરી કરનાર આરોપીએ વૃદ્ધની હત્યા કરવાની ઘટના સામે આવી હતી. તેમાં ખુલાસો થયો છે કે ચોરી કરવા આવેલા તસ્કરોએ જ વૃદ્ઘની ઘાતકી હત્યા કરી હતી. ચોરી કરવા તસ્કરો હથિયાર લઈને નીકળ્યા હતા. રાજકોટના કોઠારીયાના જયરામનગરમાં રાત્રિના 2 વાગ્યાની આસપાસ 4 તસ્કરો ચોરી કરવાના ઈરાદે આવ્યા હતા, તે સમયે વૃદ્ધ જાગી ગયા હતા, તેમણે તસ્કરો સાથે ઝપાઝપી કરી હતી.

