અમરેલીમાં પડેલા વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારમાં તેની અસર જોવા મળી છે. ધોધમાર વરસાદ પડતા સાવરકુંડલાના છાપરી અને ડેડકડી વચ્ચેનો પુલ બેસી ગયો હતો. નાના વાહન ચાલકો જોખમી રીતે પુલ ઉપરથી પસાર થવા મજબૂર બન્યા હતા. હાલ ગ્રામ્ય વિસ્તારનો રોડ બંધ થતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.