ગુજરાતની પ્રજાને મોંઘવારીના માર વચ્ચે વધુ એક ફટકો પડ્યો છે. અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. સામાન્ય લોકો માટે દૂધની કિંમતમાં પ્રતિ લીટરે 2 રૂપિયા અને 500 મિલીલીટરમાં 1 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. અમૂલ દ્વારા કરવામાં આવેલો દૂધના ભાવનો વધારો આવતીકાલે ગુરુવાર(1 મે, 2025) થી લાગુ થશે.

