Gondal news: રાજકોટ જિલ્લાના ગોંડલના ચકચારી હનીટ્રેપ કેસમાં આજે બપોર બાદ ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળા સહિતના 4 વ્યકિતઓના જામીન કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. હનીટ્રેપ કેસમાં તમામની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પદ્મિનીબા વાળા,તેમના પુત્ર સત્યજીતસિંહ વાળા,શ્યામ રાયચૂરા,હિરેન દેવડિયા સહિતના આરોપીઓના ગોંડલ કોર્ટે જામીન ઉપર છોડવાનો આદેશ કર્યો છે.

