
Bharuch news: વાલિયા તાલુકામાં ગુજરાત ઊર્જા વિકાસ નિગમની 40 ટીમોએ 10 ગામો માં વીજ જોડાણો નું ચેકીંગ કરતા 93 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ પકડી પાડી હતી અને રૂપિયા 27 લાખનો દંડ ફટકાર્યો હતો ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં જ્યોતિ ગ્રામ ફીડર પર આવેલા ગામોમાં ઊંચા વીજ વિતરણ નુકસાનને લઈ વીજ કંપનીની ટીમ વાલિયા તાલુકાના જ્યોતિ ગ્રામ ફીડરો પર ટી એન્ડ ડી લોસને લઈ વીજચોરી પકડી પાડવા દરોડા પાડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, દક્ષિણ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડની 40 ટીમોએ સવારે 6 કલાકે વાલિયાના ગામડાઓને ધમરોળ્યા હતા. તાલુકાના ગુંદિયા જે.જી.વાયમાં ડહેલી તુણા,ભમાડિયા, દેસાડ, સોડગામ, વિઠ્ઠલ ગામ ઉમરગામ તેમજ ભમાડિયા તેમજ વાલિયા ટાઉનમાં તપાસ હાથ ધરાઈ હતી.આ ત્રણ ફીડરોમાં સમાવિષ્ટ ડહેલી, ભામડિયા અને ગુંદિયા સહિત 10થી વધુ ગામોમાં પોલીસ બંદોબસ્ત સાથે 1480 વીજ જોડાણોની તપાસ કરાઈ હતી. જે વીજ ચેકીંગમાં 93 જોડાણમાંથી ગેરરીતિ ઝડપાઇ હતી. જેમાં વીજચોરી બદલ 27 લાખનો દંડ ફટકારવવામાં આવતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.