
Operation Sindoor : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.26.નાં સંભવિત કચ્છના પ્રવાસ દરમિયાન ભૂજ ખાતે એક લાખ જેટલી માનવમેદની સંબોધન કરે તેવી શક્યતા વચ્ચે વહીવટી તંત્રમાં તૈયારીનો ધમધમાટ વર્તાઈ રહ્યો છે. ઓપરેશન સિંદૂર બાદ જિલ્લાના પ્રવાસમાં સૈન્યમથકોની મુલાકાત લઈને જવાનોમાં જુસ્સાનો ઉમેરો કરવાની સાથે વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
ભૂજના મિરજાપર રોડ પર વિશાળ સભાના આયોજન માટે તૈયારીઓ શરૂ
પીએમ મોદીના સંભવિત પ્રવાસમાં એક લાખ લોકો એકત્રિત થાય તેવી ધારણા સાથે વિશાળ ડોમ બાંધવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન પ્રથમ નલિયા એરબેઝ કે અન્ય સૈન્ય મથકની મુલાકાત લઈને જવાનોને મળશે. બાદમાં માં આશાપુરાના સ્થાનકે આશીર્વાદ મેળવીને ભૂજના મિરઝાપર રોડ પર સભાસ્થળે પહોંચશે. વડાપ્રધાનના કાર્યક્રમને લઇને વહીવટી તંત્ર દ્વારા અત્યારે બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે.
ઓપરેશન સિંદૂર બાદ કચ્છમાં જવાનોમાં જુસ્સો ઉમે૨વાની સાથે વિવિધ કામોનું લોકાર્પણ કરશે
અધિકારીઓની બેઠકમાં વડાપ્રધાનના સંભવિત કચ્છ પ્રવાસને લઇને ચર્ચા વિચારણા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિરઝાપર પાસે વિશાળ ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધન કરશે, જેને લઈને ગાઉન્ડની સફાઈ સહિત અન્ય કામગીરી ચાલી રહી છે. અંદાજીત એક લાખ લોકો જાહેર સભામાં હાજર રહે તેવી પણ અટકળો સેવાઇ રહી છે. ખાસ કરીને વડાપ્રધાન આ જાહેર સભાને સંબોધન પૂર્વે 1 લાખ કરોડના વિવિધ વિકાસનાં કાર્યક્રમો, લોકાર્પણો કરી કરછને આપશે ભેટ.