
Kutch news: કચ્છ જિલ્લાના ભૂજના શેખપીર ત્રણ રસ્તા પાસેથી ડ્રગ્સ સાથે બે આરોપીને ભૂજ SOG પોલીસે જડપી પાડયા છે આરોપીના કબજાની આઇસર ટ્રકમાંથી 17 ગ્રામ જેટલું MD ડ્રગ્સ મળી આવ્યું છે હાલ પોલીસે બંને આરોપીને જડપી લઈને આરોપી વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
કચ્છ માંથી વધુ એક વાર ડ્રગ્સ ઝડપાયું છે શેખપીર ત્રણ રસ્તા નજીક થી બે આરોપીને ડ્રગ્સ સાથે જડપી પાડવામાં આવ્યા છે પશ્ચિમ કચ્છ SOG પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે SOG પોલીસે બાતમીના આધારે શેખપીર નજીક પાર્કિગમાં ઉભેલી ટ્રકમાં તપાસ કરતા બે આરોપીને ડ્રગ્સ સાથે જડપી પાડવામાં આવ્યા છે કરીમ સીધીક મમણ અને હરેશ વાલજી કેરાસીયાને 17 ગ્રામ ડ્રગ્સ કિંમત રૂપિયા 1.70 હજારના એમડી ડ્રગ્સ સાથે જડપી પાડવામાં આવ્યા છે.
આરોપી પાસેથી આઈસર ટ્રક , મોબાઈલ , ડ્રગ્સ સહિત કુલ 17 લાખનો મુદામાલ પોલીસે કબ્જે કર્યો છે હાલ પોલીસે બંને આરોપી વિરુદ્ધમાં પધ્ધર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ તપાસમાં આરોપીને અમદાવાદથી ડ્રગ્સ મોકલ્યું હોવાનું ખૂલ્યું છે ડ્રગ્સ કેસમાં વધુ બે આરોપીની સંડોવણી ખૂલતા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.