
છોટાઉદેપુર જિલ્લાના ભાજપ ઉપપ્રમુખ તેમજ બોડેલી ના માજી સરપંચ અને ભક્ત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ બોડેલીના પ્રમુખ અને મંત્રી સામે ફરિયાદ નોંધાતા તેની તપાસ એલસીબી પોલીસને સોંપવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લા ભાજપ માં જૂથવાદ બહાર આવ્યો છે અને એપીએમસીના ડિરેક્ટર અને તાલુકા પંચાયત સદસ્ય દિવ્યેશભાઈ પટેલ તેઓએ ભાજપ ના ઉપપ્રમુખ સામે ફરિયાદ નોંધાવતા ભાજપમાં જૂથવાદ સપાટી ઉપર આવ્યો છે. પટેલ સમાજના બે જૂથો આમને સામને શૈક્ષણિક સંસ્થાઓમાં માનીતા માણસો ને સદસ્ય બનાવવામાં ટ્રસ્ટના પ્રમુખે નિયમો નેવે મુકતા ભાંડો ફૂટ્યો છે.
બોડેલીમાં રજીસ્ટ્રેશન કરાવેલું
બોડેલી પોલીસ સ્ટેશન માં નોંધાયેલી ફરિયાદ ની તપાસ એલસીબી પીઆઇ કરી રહ્યા છે અને ચાર વિદેશી નાગરિકોને ટ્રસ્ટમાં સામેલ કરવા માટે જે નોટરી કરવામાં આવ્યા હતા. તે ક્યાં કરવામાં આવ્યા હતા. તેના તમામ કાગળો ભેગા કરવા માટે અધિકારીઓ પ્રયાસ કરી રહ્યા છે. હાલ તો ભાજપ ઉપપ્રમુખ ની ધરપકડ થઇ નથી. જયારે ફરિયાદી એ આખા મામલાને ઉજાગર કરવા માટે મહિનાઓ થી રજીસ્ટાર કચેરી માં ધક્કા ખાધા હતા હાલ તો રાજકીય કાવાદાવા વચ્ચે ભાજપના દિગ્ગજ નેતા ગણાતા ભક્ત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ કંચન ભાઈ પટેલ અને મંત્રી શાંતિલાલભાઈ પટેલ જયારે આ સંસ્થા બોડેલી માં રજીસ્ટેશન કરાવેલ છે.
ઉભા થયા સવાલો
ઈંગ્લીશ મીડીયમ ની સ્કૂલ પંચમહાલ જિલ્લા માં ચાલે છે ટ્રસ્ટ નું રજીસ્ટેશન છોટાઉદેપુર જિલ્લામાં ચાલે છે છોટાઉદેપુર જિલ્લા રજીસ્ટાર ને અરજી કરવામાં આવી અને ભારતીય નાગરિત્વ ના ધરાવતા લોકો ને ટ્રસ્ટ માં લેવામાં આવ્યા ત્યારે ગુન્હો પણ બોડેલી પોલીસ સ્ટેશન માં નોંધવામાં આવે છે ત્યારે અહીંયા સવાલો ઉભા થાય છે કે છોટાઉદેપુર જિલ્લામાં સ્કૂલ આવેલી નથી તો પછી આ સંસ્થાનું રજીસ્ટેશન છોટાઉદેપુર જિલ્લામાં કેમ કરવામાં આવ્યું છે