ખેડા જિલ્લાનું યાત્રાધામ વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. એમાંય પૂર્ણિમાના પર્વે લાખો ભક્તો ગુજરાતભરમાંથી આવે છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાંથી આવતા ભક્તો ખેડા થઈ ઉત્તરસંડાથી વડતાલ જતા હોય છે. ત્યારે આજથી 50 દિવસ એટલે કે 29 ઓગસ્ટ સુધી ઉત્તરસંડાથી વડતાલને જોડતો બ્રિજ બંધ રહેશે. જેને પગલે શ્રાવણ મહિનામાં વડતાલ દર્શનાર્થે આવતા હરિભક્તોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

