
આણંદમાંથી રાજનીતિને લગતા એક મોટા સમાચાર સામે આવ્યા છે. આણંદ જિલ્લામાં આંકલાવ APMCની ચૂંટણીમાં કૉંગ્રેસની પેનલ બિનહરીફ ચૂંટણી લડવા જઈ રહી છે. કુલ 12 ફોર્મ ભરાયા હતા જેમાંથી 2 ફોર્મ પરત ખેંચાયા હતા. અમિત ચાવડા અને સમર્થકોએ ઉત્સવ ઉજવ્યો હતો. આંકલાવ ભાજપને APMC ચૂંટણીમાં મેદાને ઉતારવા માટે ઉમેદવાર સુધ્ધાં ના મળ્યા!
જણાવી દઈએ કે, આંકલાવ APMC વર્ષ 2002થી સતત કૉંગ્રેસ હસ્તક રહી છે. અમિત ચાવડાએ મતદારો અને પ્રજાનો આભાર માન્યો હતો. કાહનવાડી જમીન વિવાદની સીધી અસર ચૂંટણી પર આવી હોવાની ચર્ચા થઈ રહી છે. અમિત ચાવડાએ સ્પષ્ટ અને સારો વહીવટ પરિમાણ માટે જવાબદાર ગણાવ્યો.
આંકલાવ APMCની એકતરફી ચૂંટણી
આણંદ જિલ્લામાં આંકલાવ APMCની ચૂંટણી એકતરફી જોવા મળી રહી છે. ખેડૂત વિભાગની 10 બેઠક માટે ચૂંટણી યોજવની છે. APMCની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલના 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ગત 27 માર્ચના રોજ ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ હતી. 28 માર્ચના રોજ ફોર્મ ચકાસણીમાં 12 ફોર્મ મંજુર કરવામાં આવ્યા હતા. જ્યારે આજે ફોર્મ પરત ખેંચવા માટેની અંતિમ તારીખ છે, એવામાં કોંગ્રેસ પ્રેરિત પેનલના 2 ઉમેદવારો આજે તેમની ઉમેદવારી પરત ખેંચશે.
2 ઉમેદવારો તેમની ઉમેદવારી પરત ખેંચતા બાકીના 10 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થશે. APMCની ચૂંટણીમાં ભાજપને કેમ એક પણ ઉમેદવાર ન મળ્યો? કોઈ પણ ઉમેદવાર ભાજપા ના બેનર હેઠળ ચૂંટણી લાડવા કેમ તૈયાર ના થયો તેવા અનેક સવાલો લોક મુખે ચર્ચાનું કારણ બની રહ્યા છે. એવામાં કોંગ્રેસ ફરીથી APMCમાં પોતાનો દબદબો જાળવી રાખશે.