
હાલ સમગ્ર વિશ્વ પર ગ્લોબલ વોર્મિંગની અસર દિનપ્રતિદિન વધારે જોવા મળી રહી છે. ત્યારે સુરતના યુવાનોએ આ સ્થિતિમાંથી કંઈક હકારાત્મકતા ફેલાય તે હેતુથી ઈલેક્ટ્રિક કાર રાઈટની અનોખી સફર પર નીકળ્યા છે. પાંચ યુવાનો દ્વારા દેશભરના અલગ અલગ શહેરોમાં 10,500થી વધુ કિમીની સફર કરીને પર્યાવરણ બચાવવાની સાથે પુનઃપ્રાપ્ય ઉર્જા તરફ લોકોને વળવા માટેના મેસેજ સહિતની જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવાના છે. ત્યારે એસઆરકે કેમ્સ ખાતેથી તમામને લીલીઝંડી અપાઈ હતી
દેશના 21 શહેરોમાં જશે યુવાનો
દેશના અલગ અલગ રાજ્યના 21 શહેરોને આવરી લેતી આ સફરમાં હેનિલ નિર્બાન, યથ ચોપડા, સાંઈનથ ભાસ્કરન, યોગિતા નિર્બાન અને વરદ નિર્બાન ગયા છે. 25થી 30 વર્ષની વચ્ચેની વયના આ પાંચેય યુવાનો દ્વારા યુનાઈટેડ નેશન્સના સ્સટેનેબલ ડેવલપમેન્ટ હોલ્સને પણ કેન્દ્રમાં રાખીને રાઈડ કરી રહ્યાં છે. જેમાં ગરીબી નાબૂદી, ઝીરો હંગર, આરોગ્ય, ગુણવત્તા યુક્ત શિક્ષણ સહિતના 15 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
5 મહિનાથી કરી તૈયારી
વસ્તાદેવડી રોડ પર આવેલા એસઆરકે કેમ્પસથી આ યુવાનોની કારને લીલી ઝંડી બતાવાઈ હતી. એ વખતે મેયર દક્ષેશ માવાણી, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ અને ઉદ્યોગજગત સાથે સંકળાયેલા લોકો હાજર રહ્યાં હતાં. હેનિલ નિર્બાને કહ્યું કે, આ યાત્રા માટે અમે 5 મહિનાથી તૈયારી કરતાં હતાં. તમામ રૂટ નક્કી કર્યા હતાં. સાથે જ ક્યાં શું સંદેશ ફેલાવીશું. તે સહિત યાત્રાને 4 ઝોનમાં ડિવાઈડ કરીને તેના માટે અલગ અલગ પ્રવૃતિઓ તથા રેઈનકોટ અને છત્રી વિતરણ તથા ટેન્ટ વિતરણ કરીને લોકોને સારો સંદેશ આપવાનો પ્રયત્ન કરવામાં આવશે.