મોદી સરકારે વર્ષ 2023-24નું પૂર્ણકાલીન બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમને સંસદમાં બજેટ રજૂ કરતાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર માટે 1.52 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ વખતના બજેટમાં પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મુકવામાં આવ્યો છે. સાથે જ શાકભાજીની ફૂડ સપ્લાય ચેનને મજબૂત કરવા માટે ખાસ આયોજન કરાયું છે. નવા એફપીઓ ઉભા કરીને ખેડૂતોના ઉત્પાદનો ગ્રાહકો સુધી જલદી પહોંચાડી સારી આવક પેદા કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે દેશમાં 1 કરોડ ખેડૂતોને મદદ કરવામાં આવશે. જેનો અમલ ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવશે.

