ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, રિયલ એસ્ટેટ સેક્ટરમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ (એલટીસીજી)ના દરમાં ઘટાડો થવાથી મોટી સંખ્યામાં કરદાતાઓને પર્યાપ્ત કર બચત થવાની અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે બજેટમાં લાંબા ગાળા માટે રાખવામાં આવેલી હાઉસિંગ પ્રોપર્ટીના વેચાણથી મળનારા કેપિટલ ગેઈન પર ટેક્સના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, પરંતુ કરદાતાઓને મળતો 'ઇન્ડેક્સેશન' લાભ હટાવી દેવામાં આવ્યો છે.

