
AI ઇન અપડેટ
OLA કંપનીના AI ડિપાર્ટમેન્ટમાં કેટલાક ટોપના અધિકારીઓેએ રાજીનામાં આપ્યા પછી પણ કંપનીનું AI મોડલ કૃત્રિમ બહુ સક્રિય છે. તેણે સેમિકન્ડક્ટર અને મોડલ ડેવલોપમેન્ટ પર કામ ચાલું રાખ્યું છે. કંપનીએ તેની બોધિ ચીપ્સ પર કામ ચાલું પણ રાખ્યું છે અને તેના મેન્યુફેક્ચરિંગ માટે પ્રયાસો ચાલુ કર્યા છે. કૃત્રિમે તાજેતરમાં કૃતિ નામનું AI પ્લેટફોર્મ પણ તૈયાર કર્યું છે. કૃત્રિમ હવે હેલ્થકેર પર કામ કરી રહ્યું છે. કેટલાક મહિનાઓમાં કંપનીના રીસર્ચ કરતા કેટલાક ચહેરા કંપની છોડી ગયા છે પરંતુ કૃત્રિમે તેની રીસર્ચ ચાલુ રાખી છે. કૃત્રિમની લિન્ગવીસ્ટીક ટીમમાં હાલમાં ૬૦૦ લોકો કામ કરે છે. તેની બોધિ ચીપ્સ વન અને ટુ પર કામ ચાલી રહ્યું છે.
AI ક્ષેત્રને હજુ લોકો જ્યારે સમજવાનો પ્રયાસ કરે છે ત્યારે ૧૬ વર્ષની પ્રાંજલી અવસ્થીએ પોતાની ૧૦૦ કરોડ રૂપિયાની AI સ્ટાર્ટઅપ કંપની ઉભી કરીને વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. પ્રાંજલીનો પ્રયાસ AI ક્ષત્રે આગળ વધતા લોકો માટે ગ્રેટ મોટિવેશન સમાન છે. ૧૬ વર્ષે ૧૦૦ કરોડની સ્ટાર્ટઅપ કંપની ઉભી કરનારા પ્રાંજલી આજે ૧૮ વર્ષની છે. ૭ વર્ષની ઉંમરે તેણે કોડીંગ શીખવાનું શરૂ કર્યું હતું. તે ડેશ નામનું AI ટૂલ બનાવી રહી છે. ૧૬ વર્ષે તેણે Delv..AI તૈયાર કર્યું હતું. ટેકનોલેાજીમાં ઉંમરને કોઇ મહત્વ નથી, પોતાનું ઇનોવેશન કેટલું ઉપયોગી છે તે મહત્વનું હોય છે. તે મૂળ ભારતની છે અને ૭ વર્ષની ઉંમરે કોડીંગ શીખવાનું શરૂ કર્યું હતું. ૧૩ વર્ષની ઉંમરે રિસર્ચ લેબ ખાતે ઇન્ટર્ન તરીકે કામ કર્યું હતું. પોતાનું સ્ટાર્ટઅપ ૧૬ વર્ષની ઉમરે તૈયાર કર્યું હતું. એક વર્ષમાં તેની કંપનીની વેલ્યૂ ૧૦૦ કરોડ રૂપિયાને વટાવી ગઇ હતી. ભારતમાં જન્મેલી પ્રાંજલી ૧૧માં વર્ષે ફ્લોરિડા ગઇ હતી. ત્યાં તેના પિતાએ તેનો કોડીંગમાં રહેલા ઇન્ટરેસ્ટને ડેવલોપ કર્યો હતો. તેણે કોમ્પ્યુટર સાયન્સ અને કોમ્પીટેટીવ મેથ્સની એક્ઝામ પાસ કરીને ઇન્ટર્ન તરીકે ફ્લોરિડા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં જોડાઇ હતી જ્યાં તેણે નાની ઉંમરે જ મશીન લર્નીંગ પ્રોજેક્ટ પર કામ કર્યું હતું. જાન્યુઆરી ૨૦૨૨માં મિયામી ખાતે શરૂ કરેલા Delv.AI પાછળનો મૂળ આશય રીસર્ચને આસાન કરવાનો હતો. તેનું ઇનેાવેશન રોકાણકારોને આકર્ષી શક્યું હતું અને ૨૦૨૩ના ઓક્ટોબરમાં તેની કંપનીની વેલ્યૂ ૧૦૦ કરોડ બોલાઇ હતી. હાલમાં તે અમેરિકાની જ્યોર્જિયા ઇન્સટીટયુટ ઓફ ટેકનોલોજીમાં કોમ્પ્યુટર સાયન્સનો કોર્સ કરે છે. તેના પ્રોજક્ટ ડેશને તે ચેટ જીપીટી વીથ હેન્ડ્સ કહે છે.
1 ટ્રિલીયન ડોલરનું AI હબ
એરીઝોન ખાતેનો વિશાળ AI પ્રોજેક્ટ તેને હાઇટેક પ્રોડક્શનનું હબ બનાવી દેશે. તેને પ્રોજેક્ટ ક્રિસ્ટલ લેન્ડ કહેવાશે. સોફ્ટ બેંકના સીઇઓએ, ટીએસએમસી, સેમસંગ અને ટ્રમ્પના વહિવટી તંત્ર પાસે એરીઝોન પાસે મેગા પ્રોજેક્ટ ઉભો કરવા સહકાર માંગ્યો છે. એરીઝોન ખાતે વિશાળ AI પ્રોજક્ટ અને રોબોટીક્સ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીયલ ઝોન ઉભો કરવાના સૂચિત પ્લાન રજૂ કરાયો છે.
જ્યારે તે સંપૂર્ણપણે તૈયાર થશે ત્યારે તેમાં એક ટ્રિલીયન ડોલરનું રોકાણ જોવા મળી શકે છે. અગાઉ આ પ્રોજેક્ટ ક્રિસ્ટલ લેન્ડ તરીકે ઓળખાતો હતો. મળતી માહિતી અનુસાર પ્રોજક્ટ ક્રિસ્ટલ લેન્ડ માટે સોફ્ટ બેંકના સીઇઓએ સેમસંગ, ચીપ મેકર ટીએસએમસી અને ટ્રમ્પના વહિવટી તંત્ર સાથે ચર્ચા કરી છે.
આ પ્રોજક્ટ પાછળનો મૂળ આઇડિયા ચીનના શેનઝેન ખાતેના ઇનોવેશન હબની જેમ અમેરિકામાં પણ હબ ઉભું કરવોનો છે. સ્ટારગેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં સોફ્ટ બેંક, ઓપન AI ના સીઇઓ સામ અલ્ટમેન, અને ઓરેકલના લેરી એલીસને અબજો ડોલરનું રોકાણ કર્યું હતું. સ્ટારગેટ પ્રોજક્ટના કારણે એક લાખ લોકોને જોબ મળશે એમ કહેવાય છે.