મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રંગપુરડા ગામની સીમમાં આવેલ પાવર સ્ટેશન પાસેની નર્મદા કેનાલમાંથી માતા અને પુત્રીની લાશ મળી આવી હતી. તપાસમાં સામે આવ્યું કે, સાણંદ તાલુકાના મખીયાવ ગામના યુવાનની 33 વર્ષીય પત્નીએ અને આઠ વર્ષીય પુત્રી સાથે નર્મદા કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. આ આપઘાત રહસ્ય ખુલ્યું છે, જેમાં મહિલાએ ચિઠ્ઠીમાં લખ્યું છે કે, ઉધારમાં આપેલા 30,000 રૂપિયા ન મળતા આ પગલું ભર્યું છે.

