
ભારતમાં કેન્સર ડિટેક્શનની આસપાસનું નેરેટિવ બદલવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. "ટુ-મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન" નામનું અનોખું ઓરલ કેન્સર જાગૃતિ અભિયાન સત્તાવાર રીતે શરૂ કરાયું છે. આ પહેલ એવા મહત્વના સમયે આવી છે જ્યારે દેશમાં ઓરલ કેન્સરના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, જેમાંથી ઘણાનું નિદાન જાગૃતિ અને નિવારક પગલાંના અભાવે અદ્યતન તબક્કામાં થાય છે.
કેન્સરથી દર કલાકે પાંચ મોત
એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર ખાતે આયોજિત આ લોન્ચ ઇવેન્ટમાં ડિરેક્ટર અને કન્સલ્ટિંગ મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. કૌશલ પટેલ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડૉ. ક્રિના પટેલ અને મેડિકલ ઓફિસર ડૉ. સાગર ઘોઘારી અને ડૉ. કૃતિકા કોલડિયા ઉપસ્થિત રહ્યાં હતા. આ દરેકે જણાવ્યું હતું કે, નિવારણ અવેરનેસથી શરૂ થાય છે, અને અવેરનેસ એક્શનથી શરૂ થાય છે. ઓરલ કેન્સર એ ભારતમાં કેન્સરના સૌથી સામાન્ય અને જીવલેણ સ્વરૂપોમાંનું એક છે, આંકડા દર્શાવે છે કે દર કલાકે પાંચ લોકોના મોત થાય છે.
દર મહિને બે મિનિટની તપાસ
અંદાજે 65% ઓરલ કેન્સરના કેસની ઓળખ પછીના સ્ટેજમાં જ થાય છે, જેના કારણે બચવાનો દર અને સારવારના પરિણામોમાં ભારે ઘટાડો થાય છે. આને બદલવાના પ્રયાસમાં, આ કેમ્પેઇન એક સરળ છતાં જીવનરક્ષક સંદેશની હિમાયત કરે છે - દર મહિને બે મિનિટનું એક ઝડપી ઓરલ સેલ્ફ ચેક - એટલે કે શરૂઆતમાં ઓળખ અને પછીના સ્ટેજમાં થનાર પીડા વચ્ચે અંતર હોઈ શકે છે.ભારતમાં દર વર્ષે હેડ હેડ અને નેકના કેન્સરના લગભગ 2 લાખ નવા કેસ નોંધાય છે, જેમાં ઓરલ કેન્સર એ બર્ડનનો મોટો હિસ્સો છે. આઘાતજનક વાત એ છે કે, આમાંથી લગભગ 60 થી 70 ટકા દર્દીઓનું નિદાન ત્યારે થાય છે જ્યારે આ રોગ તેના અદ્યતન તબક્કામાં હોય છે. ચિંતાજનક આંકડા હોવા છતાં, જાહેર જાગૃતિ અપ્રમાણસર રીતે ઓછી રહે છે.