
ઈલેક્ટ્રિક કાર લેવી કે ના લેવી તે અંગે ઘણા લોકોને મુંઝવણ હોય છે. જો આપ પર્યાવરણપ્રેમી હો અને ઘરઘરાટી વિના ચાલતી કાર પસંદ હોય તો ઈલેક્ટ્રિક કાર વિચારી શકાય. તમે મેટ્રો સિટીમાં રહેતા હો અને પબ્લિક ચાર્જીંગ સ્ટેશન તૈયાર હોય તો ઈલેક્ટ્રિક કાર વિચારી શકાય. તમે તમારી ઘરે પણ ચાર્જીંગ સ્ટેશન બનાવી શકો. શહેરમાં ટૂંકી ટ્રિપ માટે પણ ઈલેક્ટ્રિક કાર વિચારી શકાય. ઈલેક્ટ્રિક વાહનોની બેટરી માટે જમીનમાંથી પુષ્કળ પ્રમાણમાં ખનીજ બહાર કાઢવી પડે છે.
હાઈડ્રોજન કાર પણ સારો પર્યાય છે. આવનારા દિવસોમાં હાઈડ્રોજન કાર ઇવી માટે પડકારરૂપ બની શકે છે.
બાયોમીથેન કાર એક અન્ય પર્યાય છે. તે ૧૨-૧૫ કિમીની એવરેજ આપી શકે છે.
વેજીટેબલ ઓઈલમાંથી બાયોડિઝલ મેળવીને પણ કાર ચલાવી શકાય છે. સોલર કાર પણ એક પર્યાય છે પરંતુ હાલમાં ઈલેક્ટ્રિક કાર તરફ વિશેષ આકર્ષણ છે. ઉત્પાદકો અત્યાર સુધી ઓટોમેટિક કાર તરફ વધુ ઝોક રાખતા હતા.
હવે ઈલેક્ટ્રિક કાર તરફ ઊત્પાદકોનું ધ્યાન ગયું છે અને બજારમાં ફરી ઈલેક્ટ્રિક કારનું આગમન શરૂ થયું છે. વૈશ્વિક કક્ષાએ ૮-૧૦ કાર ધ્યાનપાત્ર બની છે.
ટેસ્લાનો મોડેલ એક્સ એક સરસ કાર છે. ડ્રાઇવિંગની મજા છે. જોકે ધારો એટલી આકર્ષક લાગતી નથી. તેના ફાલ્કન ડૉર આકર્ષણ છે. ૪ ડબ્લ્યુડી કાર સાત પેસેન્જર બેસાડી શકે છે, પરંતુ પરંપરાગત એસયુવી નથી. તે હેચબૅક વધુ લાગે છે. યુકે હાલમાં બે ઈલેક્ટ્રિક મોટર્સ વાપરે છે. તે ૪ સેકન્ડમાં ૬૦ માઇલની ઝડપ મેળવી શકે છે.
નિસાન લીફ બીજી આકર્ષક કાર છે. સાયલન્ટ, સ્મૂધ અને સરળ કાર છે. હ્યુન્ડાઈની આઈકોનિક ઇલેક્ટ્રિક ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ છે. તે ૧૧૮ બીએચપી પાવર ધરાવે છે. ૧૦ સેકન્ડમાં ૬૨ની સ્પીડ મેળવે છે. મહત્તમ ૧૭૪ માઇલની રેન્જ મેળવી શકે છે.
રિનોલ્ટ ૩ એક સ્ટાઈલિશ કાર છે. તે એક એન્ટ્રી લેવલની કાર છે. બીએમડબ્લ્યુ ૧૩ શ્રેષ્ઠ પ્રિમિયમ નાની કાર છે. થોડી મોંઘી છે.
આઉડી ઈ ટ્રોન મનમાં વસી જાય એવી કાર છે. બ્રાન્ડ જાળવી રાખનારી કાર છે.
આજકાલ વિદેશમાં હ્યુન્ડાઈ કોનાની ચર્ચા છે. ૩૦૦ માઈલની રેન્જ અને નાની એસયુવી એટલે સૌને ગમે. વળી ૩૦,૦૦૦ પાઉન્ડથી ઓછી કિંમત એટલે થોડુ આકર્ષણ કિંમતનું પણ ખરૂ. ભારતમાં પણ તેણે બધાનું મન મોહી લીધુ છે પણ મોટા બજેટમાં છે.
ટેસ્લામાં મોડેલ એસી સ્પોટી લાગે છે. ખૂબજ ઇમ્પ્રેસિવ કાર છે.
જેગ્યુઆર આઈ પેસ આકર્ષક ઈલેક્ટ્રિક કાર છે. ઝડપી છે અને છટાદાર છે. ટેસ્લા મોડેલ ૩ એક એફોર્ડેબલ કાર છે. એક સારી ઇજનેરી ધરાવતી આ કાર ટોપ પ્રાયોરિટીમાં આવે છે.
આ ઉપરાંત ફૉક્સવેગન આઈડી.૩, પોર્શ ટેકાન, વોકઝલની કોરસા, મિની ઈલેક્ટ્રિક, બીએમ ડબ્લ્યુ સીઈ૩, મર્સિડીઝ ઇકયુસી, હોન્ડા ઈ પણ વૈશ્વિક કક્ષાએ ધૂમ મચાવતી ટોપ-૧૦ કાર છે.
ભારતમાં પણ બેત્રણ કંપનીઓ ઈ-કાર લઈને આવી રહી છે. કોગા, મહિન્દ્ર વેરિટો, ઇ-શી, ટાટા ટિગોર વગેરે ઈલેક્ટ્રિક કાર મોંઘી હોવા છતાં પર્યાવરણપ્રેમીઓ અપનાવશે. મહિન્દ્રા અને ટાટાની ઈલેક્ટ્રિક ૧૦ લાખની અંદર હોવાથી એના તરફ લોકોનું ધ્યાન વધુ રહેશે. છતાં હ્યુન્ડાઈ બ્રાન્ડે જે મજબુત પકડ આપી છે તે જોતાં યુવાનો કોના પ્રત્યે વિશેષ ઝુકે તે કહેવાય નહીં!
- શોધ સંશોધન - વસંત મિસ્ત્રી