
Chohta Udepur: છોટાઉદેપુરમાંથી દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના પોલીસ વિભાગમાં પી.એસ.આઇ તરીકે ફરજ બજાવતા એક પોલીસકર્મી અકાળે મૃત્યુ પામ્યા છે. પી.એસ.આઇ તરીકે ફરજ બજાવતા એ.એલ.ચૌહાણનું હાર્ટ એટેકને કારણે અવસાન પામ્યા હોવાની માહિતી મળી રહી છે.
મળતી માહિતી પ્રમાણે, આજે વહેલી સવારે PSI એ.એલ.ચૌહાણનું તેમના ધરે હાર્ટ એટેક આવતા મોત થયું હતું. તેઓ એસ.પી.કચેરીમાં વાયરલેસ વિભાગમાં ફરજ બજાવતા હતા. છોટાઉદેપુરમાં એક વર્ષથી પોલીસમાં ફરજ બજાવતા પી.એસ.આઇનું મોત થતા પરિવાર સહિત છોટાઉદેપુર પોલીસ વિભાગમાં શોકની લાગણી પ્રસરી છે.