ગૂગલ પર મુશ્કેલીઓ સતત વધી રહી છે. ગતવર્ષે ઑગસ્ટમાં બે મોટા એન્ટીટ્રસ્ટ કેસમાં હારનો સામનો કર્યા બાદ યુએસના ડિસ્ટ્રિક્ટ જજ અમિત મહેતા ટોચના સર્ચ એન્જિન ક્રોમ બ્રાઉઝરને વેચી દેવાનો આદેશ આપી શકે છે. જેના લીધે વિશ્વના ટોચના સર્ચ એન્જિન અને વિજ્ઞાપનના બિઝનેસ પર જોખમ વધ્યું છે. જેના લીધે તેની પેરેન્ટ કંપની આલ્ફાબેટનો શેર 15થી 25 ટકા તૂટી શકે છે.

