
Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક વખત વિકાસના કામમાં ભ્રષ્ટાચાર થયાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગર-ગોદાવરી ભોગાવો નદી પર આવેલા અને નવા બનેલા પુલના જોઈન્ટ છુટ્ટા પડી ગયા હતા. આ પુલ 2 વર્ષ પહેલાં જ બનાવામાં આવ્યો હતો. જેથી આ બ્રિજના નિર્માણ કામ વખતે કરવામાં આવેલ ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી ભોગાવો નદી પર નવા બ્રિજના કામમાં કેવા પ્રકારનો ભ્રષ્ટાચાર થયો તે સાવ ઉડીને વળગે તેવો છે. કારણ કે, નવા પુલ પરના જોઈન્ટ સાવ છુટ્ટા પડી ગયા છે. આટલું ઓછું હોય તેમ આ બ્રિજ માત્ર બે વર્ષ અગાઉ જ બનાવવામાં આવ્યો છે. આટલા ઓછા સમયમાં પુલના કામમાં કેટલી ઘાલમેલ થઈ તેનો ઉત્તમ પુરાવો જોઈ શકાય તેવો છે. આ અંગે ગ્રામજનોએ તંત્રના અધિકારીને કરી રજૂઆત છતાં પણ રિપેરિંગ કામ હાથ ધરવા ન આવતા રોષ ભભૂકયો હતો. હાલ નવા બ્રિજ પર જોઈન્ટ છુટ્ટા પડી ગયા છતાં પણ પુલ શરૂ રાખવામાં આવ્યો છે. નીચેથી ભોગાવો નદી પસાર થાય છે. જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તે પહેલાં પુલ રિપેરિંગ માટે જનતાએ માંગ કરી છે.