
Gujarat Highcourt News: ગુજરાત હાઇકોર્ટે સિનિયર એડવોકેટ ભાસ્કર તન્ના સામે સુઓ મોટો કન્ટેમપ્ટની અરજી દાખલ કરી છે. કોર્ટે સિનિયર એડવોકેટને કોર્ટના તિરસ્કાર અંગે નોટિસ જારી કરી છે. 26 જુનના રોજ હાથ ધરાયેલી કોર્ટની સુનાવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વર્ચ્યુઅલ હિયરિંગમાં સિનિયર એડવોકેટ ભાસ્કર તન્ના ફોન પર વાત કરી રહ્યા હતા. વીડિયો ક્લિપમાં સિનિયર એડવોકેટના હાથમાં બીયર મગમાં ડ્રીંક પણ ભરેલું હોવાનું પ્રસ્થાપિત થયું હતું.
હાઈકોર્ટે જણાવ્યું હતું કે, 'કોર્ટની ગરિમા સિનિયર એડવોકેટ્સના જાળવે તે શરમજનક કહેવાય. સિનિયર એડવોકેટ્સની આ પ્રકારની વર્તણુક જુનિયર એડવોકેટ્સ ઉપર વિપરીત અસર પાડે છે. હાઇકોર્ટે સિનિયર એડવોકેટ ભાસ્કર તન્નાના વર્ચ્યુઅલ અપીયરન્સ પર હાલ પૂરતી રોક લગાવી છે. સિનિયર એડવોકેટની ઉપાધિ અંગે હાઇકોર્ટે પુનઃ વિચારણા કરવા પણ કોર્ટના હુકમમાં સૂચન કર્યું છે. આ હુકમની જાણ ચીફ જસ્ટિસને કરવા પણ નિર્દેશ કર્યો છે. આ હુકમને ધ્યાને લઈ ચીફ જસ્ટીસ જરૂરી વહીવટી આદેશો જારી કરશે જેની બે અઠવાડિયા બાદ સુનાવણી થશે.