IPL 2025: અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં ગઈકાલે ગુજરાત ટાઈટન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 38 રને હરાવી દીધું હતું. આ હાર સાથે જ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. શુક્રવારે રમાયેલી IPL 2025ની 51મી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 6 વિકેટે 224 રન બનાવ્યા હતા. જવાબમાં સનરાઈઝર્સ ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 186 રન જ બનાવી શકી હતી.

