અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવૉરના કારણે કાચા તેલની કિંમતમાં ભારે ઘટાડો નોંધાયો છે. ભારતમાં આયાત કરવામાં આવતા ક્રૂડ ઓઇલની કિંમત કોરોના કાળ કરતાં પણ ઓછી થઈ ગઈ છે. ભારતમાં આયાત કરાઇ રહેલા ક્રૂડ ઓઇલની કિંમત ઓગસ્ટ 2021 બાદ પહેલીવાર 70 ડોલરની નીચે ગઈ છે.

