રસ્તા પર પેશાબ કરવો કાયદાકીય રીતે દંડનીય છે પરંતુ તેમ છતાં લોકો શહેરના રસ્તાઓના કિનારાઓ પર પેશાબ કરતા હોય છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે, આવી સ્થિતિ માત્ર રસ્તાઓ પર જ નહીં સરકારી કચેરીઓની બહાર પણ જોવા મળી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. વાસ્તવમાં દિલ્હીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય બહાર રસ્તા પર પેશાબ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોયા બાદ અનેક યુઝર્સો રોષે ભરાયા છે અને તેઓ સિવિક સેન્સ યાદ અપાવી રહ્યા છે. કેટલાકે તો તેના પર હાસ્યાસ્પદ કોમેન્ટે પણ કરી છે.

