પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આદમપુર એરબેઝની મુલાકાતે પાકિસ્તાનના ઘણા જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે. મંગળવારે સવારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબના જલંધરમાં આદમપુર એરબેઝ પહોંચ્યા ત્યારે વાયુસેનાના જવાનોએ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે તેમનું સ્વાગત કર્યું. આદમપુરમાં પીએમના આગમન અંગે જે વીડિયો સામે આવ્યો છે તેમાં પીએમ મોદી સૈનિકોને મળતા જોવા મળે છે. ભારતની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ S-400 આનાથી થોડા અંતરે તૈનાત છે. S-400 ઉપરાંત, ફાઇટર પ્લેન MiG-29 પણ અહીં દેખાય છે.

