સુરતૉના સચિન ગ્રામ્ય વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમો સામે કડક કાર્યવાહીની નીતિ અપનાવતા DGVCL (દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ) અને સચિન ગ્રામ્ય પોલીસે સંયુક્ત રીતે એક વિશેષ ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશનના ભાગરૂપે અનેક શંકાસ્પદ ઈસમોના રહેણાક સ્થળોએ વીજ મીટરની તપાસ હાથ ધરવામાં આવી હતી. ઓપરેશન દરમિયાન પોલીસે લગભગ 15 જેટલા ઘરોની તપાસ કરી હતી, જેમાંથી એક ઈસમના ઘરમાં વીજ ચોરીનું ગંભીર કૃત્ય ઝડપાયું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે શખ્સે મીટર સાથે ચેડાં કરીને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું હતું.

