Home / Gujarat / Surat : DGVCL goes high-tech to find faults in underground cable network

Surat News: અંડર ગ્રાઉન્ડ કેબલ નેટવર્કના ફોલ્ટ શોધવા DGVCL બની હાઈટેક, જર્મન ટેક્નોલોજી ધરાવતી 17 વાન ખરીદી

Surat News: અંડર ગ્રાઉન્ડ કેબલ નેટવર્કના ફોલ્ટ શોધવા DGVCL બની હાઈટેક, જર્મન ટેક્નોલોજી ધરાવતી 17 વાન ખરીદી

સુરતમાં હેડ ઓફિસ ધરાવતી DGVCL (દક્ષિણ ગુજરાત વિજ કંપની લીમિટેડ)નું 20 હજાર કિમીનું અંડર ગ્રાઉન્ડ કેબલ નેટવર્ક છે. જેમાં ક્યાં ફોલ્ટ થયો છે તે શોધવા માટે જર્મન ટેક્નોલોજીના રોબોટવાળી 17 વાનની ખરીદી કરી છે. એક વાનની કિંમત અંદાજે 1.82 કરોડ રૂપિયા છે. ડીજીવીસીએલ હવે અંડરગ્રાઉન્ડ કેબલમાં થતા ફોલ્ટ ઝડપી શોધવા માટે નવી ટેક્નોલોજી અપનાવી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જર્મન ટેક્નોલોજીથી સજ્જ

કંપનીએ ખાસ ફોલ્ટ ડિટેક્શન વાન ખરીદી છે. જે રીતે હ્રદયની નશોની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરાય છે તે રીતે અંડરગ્રાઉન્ડ વાયરિંગનો ફોલ્ટ શોધી શકાશે. ડીજીવીસીએલે 30.94 કરોડના ખર્ચે કુલ 17 ફોલ્ટ ડિટેક્શન વાન ખરીદી છે, જે હવે દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કાર્યરત થશે. આ વાનમાં જર્મન ટેકનોલોજીથી સુસજ્જ મશીન લગાવવામાં આવ્યું છે, જે અંડરગ્રાઉન્ડ વાયરોમાં ફોલ્ટ ક્યા સ્થળે, કેટલા ઊંડાણે અને કેટલા વિસ્તાર સુધી થયો છે તે જાણી શકે છે. વાસ્તવમાં આ ટેકનોલોજી કરંટ મોકલીને જોઈ શકે છે કે ફોલ્ટ કયા સ્થળે અટકી રહ્યો છે. જેને વીજવિભાગ “કેબલનું એક્સરે” કહી શકાય છે.

શહેરી વિસ્તારમાં વાન કાર્યરત

 એમ એમ પટેલ ,એડિશનલ ચીફ એન્જીનીયરે કહ્યું કે, આ ટેકનોલોજી એ રીતે કામ કરે છે જેમ ડોકટરો મનુષ્યના હૃદય માટે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરે છે. તફાવત એટલો કે અહીં વીજ લાઇનની ‘નસો’ તપાસાય છે. સુરત સર્કલમાં આ પૈકી 4 વાન કાર્યરત છે. રાંદેર, પીપલોદ, ઇન્ડસ્ટ્રિયલ અને અર્બન વિસ્તારોમાં છે. રૂરલમાં કડોદરા, બારડોલી અને વ્યારામાં પણ 4 વાન કાર્યરત છે.

Related News

Icon