સાબરકાંઠા જિલ્લામાં 406 આરોગ્ય કર્મચારીઓને ખાતાકીય પરીક્ષાના કારણસર ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા, જેના પગલે હવે આ કર્મચારીઓએ પોતાની લડત માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. આરોગ્ય કર્મીઓએ સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવીને વાયરલ કરી છે, જેમાં તેઓએ પોતાનો આક્રોશ અને સંકલ્પ વ્યક્ત કર્યો છે. આ રીલ્સ જિલ્લામાં ખૂબ જ ઝડપથી વાયરલ થતાં લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આરોગ્ય કર્મચારીઓનો આક્ષેપ છે કે તેઓએ કોરોના મહામારી જેવા મુશ્કેલ સમયમાં પણ હિંમતથી કામ કર્યું, પરંતુ હવે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે.