Home / Gujarat / Surat : DGVCL's vigilance in Rander caught red-handed

Surat News: રાંદેરમાં DGVCLની વિજીલન્સની લાલ આંખ, 96 ટીમોએ 2.47 કરોડની ઝડપી વીજ ચોરી

Surat News: રાંદેરમાં DGVCLની વિજીલન્સની લાલ આંખ, 96 ટીમોએ 2.47 કરોડની ઝડપી વીજ ચોરી

સુરતના રાંદેર શહેર-૧ અને ૨ પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા વિસ્તારોમાં ડીજીવીસીએલની ટીમ ત્રાટકી હતી. વહેલી સવારથી GUVNL (ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.) અને DGVCL વિજીલન્સની ૯૬ ચેકીંગ ટીમો દ્વારા વીજજોડાણોમાં ચેકીંગ હાથ ધરાયું હતું. ચેકીંગ દરમ્યાન કુલ ૪,૫૩૩ વીજજોડાણ ચેક કરતા ૧૭૭ વીજજોડાણોમાં કુલ રૂા. ૨,૪૭,૭૦,૫૦૦/- ની વીજચોરી થઈ હોવાનું જણાયું હતું. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પોલીસ સ્ટાફને સાથે રાખી તપાસ                 

GUVNL (ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.)ના વિજીલન્સ વિભાગના વડા અધિક્ષક ઈજનેર ડી.પી. મોદી, DGVCL વિજીલન્સ વિભાગના વડા અધિક્ષક ઈજનેર યુ.એ. ચૌધરી અને DGVCL સુરત શહેર વર્તુળ કચેરીના વડા અધિક્ષક ઈજનેર બી.સી. ગોધાણીના માર્ગદર્શન હેઠળ લોકલ પોલીસ અને GUVNL પોલીસ સ્ટાફને સાથે રાખી ચેકીંગની કામગીરી હાથ ધરાઈ હતી.

મીટરના સીલ કપાયેલા મળ્યાં

આ રેડ દરમ્યાન મુખ્યત્વે મીટરના બોડી સીલ કાપીને મીટરના આંતરિક વાયરીંગ સાથે ચેડા કરી તેમજ મેઈન સર્વિસમાં ટેપ કરી મીટર બાયપાસ અને ડાયરેકટ વીજચોરી કરવામાં આવતી હોવાનું જણાયું હતું જેથી ચેકીંગ ટીમોએ ધોરણસરની કાર્યવાહી કરી હતી એમ અધિક્ષક ઇજનેર (વિજીલન્સ વિભાગ)ની યાદીમાં જણાવાયું છે.

Related News

Icon