
છોટાઉદેપુર નગરની નીઝીમી સોસાયટીમાં શ્વાનના ટોળાએ આતંક મચાવ્યો છે. અવારનવાર શ્વાનો બાળકો અને બાઈકસવારો પર હુમલો કરે છે, જેના કારણે રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ છે.
વારંવાર થઈ રહ્યા છે હુમલો
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, આસપાસના મદ્રેસા અને ટ્યુશન જતાં બાળકો ઉપર શ્વાન વારંવાર હુમલો કરે છે. બાળકોના માતાપિતા ભયમાં છે અને દરેક દિવસ બાળક સુરક્ષિત ઘરે પહોંચે કે નહીં તે અંગે ચિંતિત રહે છે.
કાર્યવાહીની માગ
આ સમસ્યાને લઈને રહીસોએ અનેક વખત પાલિકા તંત્રને લેખિત અરજી આપી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ છે અને હવે તેઓ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો શ્વાનના ટોળાથી કોઈ બાળકને ગંભીર ઇજા થાય તો તેની સંપૂર્ણ જવાબદારી પાલિકા તંત્રની રહેશે.