
Dhoraji news: રાજકોટ જિલ્લાના ધોરાજીની ભાદર નદી જૂના ઉપલેટા રોડ પર અચાનક એક ખેતરમાં વિશાળ મગર આવી ચઢયો હતો. જેથી આસપાસના લોકોમાં ભય છવાયો હતો. ધોરાજીના એક ખેડૂતના ખેતરમાં મગર આવી જતા તેને ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. જેથી વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ મગરનું રૅસ્ક્યૂ કર્યું હતું.
ધોરાજી શહેરને અડીને આવેલી ભાદર નદીના પુલ નજીક એક ખેતરમાં આજે સવારે એક મહાકાય મગર અચાનક આવી ગયો હતો. જેને જોઈ લોકોમાં ભય ફેલાયો હતો. જો કે, ખેતરના માલિકે મગરને લઈ વન વિભાગને આ અંગેની જાણ કરી હતી. જો કે, વન વિભાગની ટીમ ઘટનાસ્થળે તાબડતોબ દોડી આવી હતી. ભારે મહેનત પછી આ આશરે આઠથી 10 ફૂટ અને 10થી સવાસો વજન ધરાવતા વિશાળ કદના મગરનું રૅસ્ક્યૂ કરાયું હતું. આ મગરને વન વિભાગની ટીમ યોગ્ય સ્થળે છોડી નિકાલ કરશે.