Home / Entertainment : Film on APJ Abdul Kalam this actor will play his role

એપીજે અબ્દુલ કલામ પર બનશે ફિલ્મ, 'મિસાઈલ મેન' ની ભૂમિકામાં જોવા મળશે આ એક્ટર

એપીજે અબ્દુલ કલામ પર બનશે ફિલ્મ, 'મિસાઈલ મેન' ની ભૂમિકામાં જોવા મળશે આ એક્ટર

'ભારત રત્ન' ડો. એપીજે અબ્દુલ કલામ આઝાદ, જેમને 'મિસાઈલ મેન' તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમની વાર્તા આપણે ખૂબ જ ટૂંક સમયમાં મોટા પડદા પર જોવા જઈ રહ્યા છીએ. ભારતના 11મા રાષ્ટ્રપતિ પર એક બાયોપિક બનવા જઈ રહી છે જેમાં તમિલ સુપરસ્ટાર ધનુષ જોવા મળશે. અબ્દુલ કલામની બાયોપિકનું દિગ્દર્શન 'આદિપુરુષ' નો દિગ્દર્શક ઓમ રાઉત કરશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એપીજે અબ્દુલ કલામ પર બાયોપિક બનવાની જાહેરાત

આ દિવસોમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે જ્યાં વિશ્વભરના ફિલ્મ નિર્માતાઓ તેમની ફિલ્મોનું ખાસ સ્ક્રીનિંગ યોજી રહ્યા છે. આ દરમિયાન, 'તાનાજી' જેવી સુપરહિટ ફિલ્મ બનાવી ચૂકેલો દિગ્દર્શક ઓમ રાઉત પણ આ ફેસ્ટિવલમાં હાજર રહ્યો હતો, જ્યાં તેણે તેની ફિલ્મ 'કલામ' ની સત્તાવાર જાહેરાત કરી હતી. તેની ફિલ્મમાં ધનુષ એપીજે કલામની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના પુસ્તક 'વિંગ્સ ઓફ ફાયર' પર આધારિત હશે, જેમાં બાળપણથી રાષ્ટ્રપતિ બનવા સુધીની તેમની સફર દર્શાવવામાં આવશે.

આ ફિલ્મનું નિર્માણ અભિષેક અગ્રવાલ અને ભૂષણ કુમાર કરશે. ફિલ્મ હાલમાં નિર્માણ તબક્કામાં છે. ધનુષ અને ઓમ રાઉત બંને નેશનલ એવોર્ડ વિજેતા કલાકારો છે. આવી સ્થિતિમાં, બંનેને સાથે કામ કરતા જોવા ખૂબ જ રસપ્રદ રહેશે. ફિલ્મની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર નથી કરવામાં આવી. 'કલામ' પહેલા ધનુષની ફિલ્મ 'તેરે ઈશ્ક મેં' રિલીઝ થશે જેનું નિર્દેશન આનંદ એલ રાય કરી રહ્યો છે. તેની ફિલ્મમાં કૃતિ સેનન પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

ઓમ રાઉત ટ્રોલ થયો

બુધવારે ઇન્સ્ટાગ્રામ પર આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે આ ફિલ્મના કલાકારોમાં ધનુષનું નામ જોવા મળ્યું, ત્યારે ફેન્સમાં ફિલ્મ માટે ઉત્સાહ ખૂબ જ વધી ગયો. પરંતુ જ્યારે તેમને ખબર પડી કે ઓમ રાઉત આ ફિલ્મનું દિગ્દર્શન કરવાના છે, ત્યારે તેમણે નિર્માતાઓ અને દિગ્દર્શકને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. ઘણા લોકોએ ચિંતા વ્યક્ત કરી કે આ એ જ દિગ્દર્શક છે જેણે 'આદિપુરુષ' ફિલ્મ બનાવી હતી અને હવે તે 'કલામ' વિશે ખૂબ ચિંતિત છે. તેઓ ફક્ત એવી આશા રાખી રહ્યા છે કે ઓમ રાઉત 'આદિપુરુષ' કરતા 'કલામ' ને વધુ સારી બનાવી શકશે.

કેટલાક લોકોએ ઓમ રાઉતને ટ્રોલ કરતા લખ્યું, "આ ફિલ્મનો સૌથી ડરામણો ભાગ ઓમ રાઉત છે." બીજા એક યુઝરે દિગ્દર્શકને સલાહ આપી કે તેઓ તાત્કાલિક ફિલ્મ છોડી દે જેથી તેઓ એપીજે અબ્દુલ કલામના પાત્રને ન બગાડે. તમને જણાવી દઈએ કે, 'આદિપુરૂષ' પછી ઓમ રાઉતને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેની ફિલ્મમાં 'રામાયણ' ના પાત્રોને જે રીતે બતાવવામાં આવ્યા હતા તે જોઈને ફેન્સ ગુસ્સે થયા હતા. હવે 'આદિપુરૂષ' ના પ્રદર્શનને જોઈને ફેન્સ 'કલામ' માટે પણ આવી જ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

Related News

Icon