પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝે સપ્તાહના અંતમાં દિલ્હીમાં તેના ઉત્સાહપૂર્ણ કોન્સર્ટ દ્વારા તેના ફેન્સને દીવાના બનાવ્યા હતા. પરંતુ કોન્સર્ટમાં મિસમેનેજમેન્ટના કારણે કેટલાક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન એક ફેન બેભાન પણ થઈ ગઈ હતી. શનિવારે રાત્રે દિલજીત દોસાંજના પ્રથમ દિવસના કોન્સર્ટમાં ભાગ લેનાર એક પ્રશંસકે કહ્યું કે, સ્થળ પર નબળા મેનેજમેન્ટને કારણે એક છોકરી લગભગ બેભાન થઈ ગઈ હતી. બાદમાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ઓનલાઈન પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા ફેન્સે સ્થળના મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવ્યા છે. X પર વાયરલ થ્રેડમાં તેણે નબળા સંચાલન, ભીડ અને લાંબી રાહ વિશે વાત કરીને નિરાશા વ્યક્ત કરી.

