Home / Entertainment : Scarlett Johansson's glow continues to grow

Chitralok : સ્કાર્લેટ જોહાન્સનની ચમક સતત વધી રહી છે

Chitralok : સ્કાર્લેટ જોહાન્સનની ચમક સતત વધી રહી છે

- 'ધી ફીનીશિયન સ્કીમ' ફિલ્મથી સ્કાર્લેટ એક કલાકાર અને એક દિગ્દર્શક એમ બંને રીતે વિજેતા સાબિત થઈ છે. બાળ- કલાકારથી લઈને ઓસ્કર નામાંકન સુધીની એની યાત્રા આકર્ષક રહી છે 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ફિલ્મ ઉદ્યોગમાં એવા બહુ ઓછા કલાકારો છે જેમને સ્કાર્લેટ જોહાન્સન જેના માટે પ્રશંસા, ચૂંબકીય સ્ક્રીન પ્રેઝન્સ અને સ્થાયી લોકપ્રિયતાનું દુર્લભ મિશ્રણ થયું હોય. ૪૦ વર્ષની વયે જોહાન્સન સતત દર્શકો અને આલોચકો બંનેને આકર્ષિત કરતી રહી છે. દસ વરસની ઉંમરે ડેબ્યુ કર્યા પછી માત્ર ચાર વર્ષમાં જોહાન્સને 'ધી હોર્સ વ્હીસપરર'માં તેના શક્તિશાળી પરફોર્મન્સ દ્વારા વ્યાપક ધ્યાન ખેંચ્યું, જેમાં તેણે અગ્રણી કલાકાર રોબર્ટ રેડફોર્ડ સામે પોતાની આગવી ઓળખ જાળવી રાખી. ભાવનાત્મક રીતે પ્રભાવશાળી પરફોર્મન્સ આપવાની તેની ક્ષમતાએ તેને પછીના વર્ષોમાં વિશિષ્ટ સ્થાન અપાવ્યું.

દાયકાઓ દરમ્યાન જોહાન્સને એક ઉત્કૃષ્ટ પોર્ટફોલિયો બનાવ્યો, જેમાં તે ઈન્ડી કલ્ટ લોકપ્રિય અને વ્યાપક વૈશ્વિક બ્લોકબસ્ટર્સ બંનેમાં દેખાઈ. 'લોસ્ટ ઈન ટ્રાન્સલેશન' અને 'હર'થી લઈને અબજો ડોલરની કમાણી કરતી એવેન્જર્સ ફ્રેન્ચાઈસીમાં તેણે ઈર્ષ્યાજનક રેન્જ દર્શાવી છે. 'ધી બ્લેક વિડો'માં નતાશા રોમનોફ તરીકે તેના ચિત્રણે એક ગ્લોબલ આઈકન તરીકે તેની સ્થિતિ મજબૂત કરવા ઉપરાંત તેને એક એક્શન સ્ટાર તરીકે નોંધપાત્ર આદર અપાવ્યો. છતાં તેની મહત્વાકાંક્ષા કોઈ એક શૈલી અથવા રૂપક સુધી મર્યાદિત નથી રહી.

૨૦૧૦માં જોહાન્સને આર્થર મિલરના 'એ વ્યુ ફ્રોમ ધી બ્રિજ'માં તેની ભૂમિકા સાથે બ્રોડવેમાં પ્રવેશ કર્યો જેની વિવેચકોએ ભારે પ્રશંસા કરી અને જેના માટે તેને ટોની એવોર્ડ મળ્યો. એ જ વર્ષે તેણે 'આયર્ન મેન ટુ'માં લોકપ્રિય બોડીસૂટ પહેરીને તેની મારવેલ સફર શરૂ કરી. બ્રોડવે અભિનેત્રી અને સુપરહીરોની આ વિરોધાભાસી ભૂમિકાએ જોહાન્સનની ચતુર અને વ્યૂહાત્મક પસંદ દર્શાવી જેનાથી તે વિવિધ મનોરંજન ક્ષેત્રોમાં સુસંગત અને પ્રભાવશાળી બની. હવે જોહાન્સન દિગ્દર્શક બનીને તેની કલાત્મક કારકિર્દીના નવા તબક્કામાં પ્રવેશી છે. કાન ખાતે પ્રીમિયર થયેલી તેની દિગ્દર્શક તરીકેની ડેબ્યુ ફિલ્મ 'ઈલીનોર ધી ગ્રેટ'ને ભાવાત્મક કદર અને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું. આ પ્રોજેક્ટને સ્વપ્ન સાકાર થયા સમુ ગણાવીને જોહાન્સને તેના વિષયગત ઊંડાણ- મૈત્રી, દુ:ખ અને ક્ષમા વિશે સ્પષ્ટતા કરી. જોહાન્સને જણાવ્યું કે કોઈ આવા કાર્ય પૈસા માટે નથી કરતું, તેણે ફિલ્મના સર્જન પાછળ હૃદયસ્પર્શી પ્રતિબદ્ધતાની નોંધ લીધી. 

વાર્તા કહેવાની જોહાન્સનની ધગશ હવે કેમેરા પાછળ આવી છે જેમાં પોતાના રચનાત્મક વિઝન પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે. કાન ખાતે જોહાન્સને તેના કલાકારોની ભારે પ્રશંસા કરી, ખાસ કરીને મુખ્ય અભિનેત્રી જૂન સ્ક્વીબને તેણે ખરા અર્થમાં પ્રેરક અને બ્રેકઆઉટ પરફોર્મર એરિન કેલીમેનને ચમત્કાર તરીકે વર્ણવ્યો. રમૂજ અને શાલીનતા સાથે તેણે વાર્તાને જીવંત કરવા સમગ્ર ટીમને શ્રેય આપ્યું અને આશા વ્યક્ત કરી કે દર્શકો 'ઈલીનોર ધી ગ્રેટ'ને પોતાના જેવી જ લાગણીથી યાદ રાખશે. આ વર્ષે જોહાન્સનની અન્ય ફિલ્મ 'ધી ફીનીશિયન સ્કીમ'ની સ્ક્રીનિંગથી કાનના મહત્વમાં વધારો થયો. આ ફિલ્મથી જોહાન્સ એક કલાકાર અને એક દિગ્દર્શક તરીકે બંને રીતે વિજેતા સાબિત થઈ. એક બાળ કલાકારથી લઈને એક ઓસ્કર નામાંકિત સુધી, સુપરહીરોથી લઈને એક ફિલ્મસર્જક સુધી જોહાન્સન ચિરકાલીન કલા અને પ્રાસંગિકતાનો પુરાવો છે. સ્કાર્લેટ જોહાન્સન કેમેરા સામે અને તેની પાછળ પણ એક મહત્વનું બળ બની રહી છે અને સાબિત કરી રહી છે કે તેની વાર્તા પૂરી નથી થઈ, પણ હજી તો શરૂ થઈ છે.  

Related News

Icon