રંગીલા રાજકોટની વાત જ કંઈ જુદી છે. અહીં શહેરની નહીં પરંતુ મનપા તંત્રની વાત છે. કારણ કે, મનપાના કેલેન્ડર કાંડમાં મનપાએ ટેન્ડર વગર જ બારોબાર કરોડોના ઓર્ડર કેલેન્ડરના ઓર્ડર આપ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
અધધ રૂપિયા 1.75 કરોડના ખર્ચે 1.60 લાખ કેલેન્ડર છાપ્યા હોવાનું સામે આવ્યું છે. જો કે, નિયમ મુજબ 10 લાખથી વધુના કામ માટે ટેન્ડર પ્રક્રિયા ફરજિયાત છે. જ્યારે બીજી તરફ બજેટમાં પ્રિન્ટિંગ અને સ્ટેશનરી પાછળ ગત વર્ષે 140 લાખ ફાળવવામાં આવ્યા હતા. મનપાના કેલેન્ડર રાખવામાં આવ્યા ત્યાં પહોંચ્યું GSTV. મનપાના સ્ટોર રૂમ ખાતે પહોંચ્યું GSTV, હજુ પણ કેલેન્ડરનો મોટો જથ્થો સ્ટોર રૂમમાં જોવા મળ્યો છે.
રાજકોટમાં મનપામાં પણ હજુ સુધી કેલેન્ડર લગાવવામાં અમુક જગ્યાએ બાકી છે. કોના આશીર્વાદથી આપવામાં આવ્યો કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ,જો તપાસ થાય તો ખુલી શકે છે મસમોટું કૌભાંડ.સવાલ એ છે ગત વર્ષ 140 લાખમાંથી 13 લાખ વગર ખર્ચ પડ્યા હતા તેમ છતાં પાછલા બારણે આ વર્ષે 190 લાખનો વધારો કરી 330 લાખનું બજેટ સ્ટેશનરી પેટે કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.