
Gandhinagar News: ગાંધીનગરમાં 6 માર્ચ ગુરુવારની રાત્રે ડબલ મર્ડરની ઘટના ઘટી છે, જેમાં પત્ની અને પુત્રની હત્યા કરી આદેળ પુરુષે પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ગાંધીનગરના શ્રી રંગનેનો સિટી-1માં બનેલી આ ઘટનામાં આધેડના પુત્ર અને પત્નીનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે આધેડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
શેરબજારમાં દેવું થતા પત્ની-દીકરાની હત્યા કરી
આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર ગાંધીનગર શ્રી રંગનેનો સિટી-1માં રહેતા હરેશ કનુભાઈ વાઘેલાએ શેરબજારમાં દેવું થઇ જતા પત્ની આશાબેન અને પુત્ર ધ્રુવની હત્યા કરીને પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે.
હરેશ વાઘેલાએ દીકરાનું માથું તિજોરી સાથે અથડાવીને તેને મોતને ઘાટ ઉતાર્યો, તો પત્ની આશાબેનને બોથડ પદાર્થના ઘા મારીને મારી નાંખી હતી. ત્યારબાદ પોતે હાથની નસ કાપી નાંખી હતી. આ ઘટનાની જાણ થતા જ પાડોશીઓ પહોચી ગયાં હતાં.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતક માતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.