
નવસારીમાં સાંસદ અને ધારાસભ્ય વચ્ચે હળવા કટાક્ષની પળો જોવા મળી હતી. નવસારી જિલ્લામાં આવેલી જલાલપુર તાલુકાની કરાડી ગામની રાષ્ટ્રીય શાળાનો શતાબ્દી મહોત્સવ હતો, જેમાં સી.એમ ભુપેન્દ્ર પટેલ સહિત સાંસદ સી.આર પાટીલ અને ધારાસભ્ય આર.સી પટેલ સ્ટેજ પર ઉપસ્થિત હતા.
આ પણ વાંચો : જયેશ રાદડિયાના પ્રહાર સામે નરેશ પટેલના સમર્થન માટે પરસોત્તમ પીપળીયાને મળી રહી છે ધમકી
ધારાસભ્ય આર.સી પટેલે સ્ટેજ પરથી પોતાના મતવિસ્તાર જલાલપોરમાં વિકાસલક્ષી કામો ગણાવતા કહ્યું કોઈ એમ કહે કે મેં મારા વિસ્તારમાં રસ્તા નથી બનાવ્યા તો રાજકારણ છોડી દઉં. આર.સી પટેલના બાદ ભાષણ આપવા આવેલા સાંસદ સી.આર પાટીલે ધારાસભ્યને એવું કહ્યું કે ,'સિંહનું મોઢું ગંધાતું હોય એવું કોણ કહે' કહી ધારાસભ્યના પર હળવો કટાક્ષ કરતાં કાર્યક્રમમાં રમુજ ફેલાયો હતો. તેમજ તમે આટલા બધા રોડ બનાવ્યા છે તો તમને સાતમી વખત પણ ટિકિટ આપવી પડશે તેવું કહી ફરિવાર કટાક્ષ કર્યો હતો. સાંસદ અને ધારાસભ્ય વચ્ચે સ્ટેજ પર હળવી કટાક્ષ બાજીને હાજર રહેલા લોકોએ માણી હતી.