Home / Gujarat / Gandhinagar : Gujarat BJP announces names of district presidents

ગુજરાત ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત, જાણો ક્યાં શહેરમાં કોની થઇ નિમણૂક

ગુજરાત ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત, જાણો ક્યાં શહેરમાં કોની થઇ નિમણૂક

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત થઇ હતી. જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ 66 નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી બાદ હવે જિલ્લા શહેર પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભાજપે 8 શહેર અને 33 જિલ્લાના નવા જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે. આ સાથે ગુજરાત પ્રદેશના નવા પ્રમુખની પણ જાહેરાત થવાની સંભાવના છે, ત્યારે લાંબા સમયથી ચાલતા સસ્પેન્સનો આખરે અંત આવશે. જ્યારે 8-10 જગ્યાએ નામ જાહેર થવાના બાકી રહે તેવી પણ શક્યતા છે. રાજ્યમાં ભાજપે 33 જિલ્લા અને આઠ મહા નગરપાલિકામાંથી જિલ્લા અને શહેર પ્રમુખની યાદી તૈયાર કરી હોવાનું સામે આવ્યું છે, રાજ્યમાં ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે નવા પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત થઈ શકે છે.

ગુજરાતમાં જિલ્લા શહેર પ્રમુખોના નામની જાહેરાત

 બનાસકાંઠા, મહેસાણા, નવસારી, ગાંધીનગરમાં ભાજપ જિલ્લા પ્રમુખ રીપીટ કરવામાં આવ્યા છે.જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઇ મકવાણાની વરણી કરવામાં આવી છે જ્યારે અમરેલીમાં અતુલ કાનાણી, સુરતમાં ભરતભાઇ રાઠોડ, ગાંધીનગરમાં અનિલ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

ગુજરાત ભાજપના શહેર પ્રમુખોના નામની જાહેરાત

જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ  : ચંદુભાઈ મકવાણા 

જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ: ગૌરવ રૂપારેલિયા

અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ  : અતુલ કાનાણી
બનાસકાઠાં જિલ્લા ભાજપ પ્રમુખ  : કીર્તિસિંહ વાઘેલા 
સુરત જિલ્લા ભાજપ પ્રમુખ  :  ભરતભાઈ રાઠોડ 
ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ  : અનિલ પટેલ
મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ  : ગિરિશ રાજગોર
નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ: ભુરાલાલ શાહ

મહિસાગર જિલ્લા ભાજપ પ્રમુખ- દશરથભાઇ બારિયા

નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ : નીલ રાવ
ભાવનગર શહેર ભાજપ પ્રમુખ : કૃણાલ શાહ
વડોદરા શહેર ભાજપ પ્રમુખ  : જયપ્રકાશ સોની

જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ- ડૉ. વિનુભાઇ ભંડેરી

બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ- મયુર પટેલ

તાપી જિલ્લા પ્રમુખ- સુરજ વસાવા

દ્વારકા જિલ્લા પ્રમુખ:  મયુર ગઢવી

અરવલ્લી જિલ્લા પ્રમુખ: ભીખાજી ડામોર

 

Related News

Icon