
મહીસાગર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલા પોલીસ કર્મચારીના પરિવારને રૂ.1 કરોડની સહાય મળી છે. બાલાસિનોર માર્ગ અકસ્માતમાં મરણ જનાર મહિલા કર્મચારી તુલસીબેનના પરિવારને આ સહાય મળી છે. મહિલા પોલીસ કોન્સટેબલ તુલસીબેનનું એક વર્ષ અગાઉ રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જેને પગલે જીલ્લા પોલિસ દ્વારા 17 લાખની સહાય કરવામાં આવી હતી.
આ ઉપરાંત એક્સિસ બેંક અને ગુજરાત પોલીસનું ટાઈઅપ છે એ અન્વયે કોઈપણ પોલીસ કર્મચારીનું અકસ્માતમાં મોત થાય છે તો તેમને એક કરોડના વીમા હેઠળ કવર કરવામાં આવે છે. જે અંતર્ગત તુલસીબેનના પરિવારને એક્સિસ બેંક દ્વારા રૂપિયા 1 કરોડની સહાય આપવામાં આવી હતી. જીલ્લા પોલીસ વડા અને બેંકના કર્મચારીઓ દ્વારા એક કરોડ રુપિયાનો ચેક અર્પણ કરાયો હતો.