અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં અફરાતફરી સર્જાઈ છે. 50થી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે. અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ થવાની ખોફનાક દુર્ઘટનામાં મદદરૂપ થવા માટે વડોદરા ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક રવાના કરવામાં આવી છે.

