
Botad news: બોટાદ જિલ્લામાં આવેલા ગઢડા શહેરમાં ભાવનગર જીએસટી વિભાગે દરોડા પાડયા હતા. જેથી શહેરના વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો. જીએસટી વિભાગના અધિકારીઓએ ગેબી પ્રોવિઝન સ્ટોરમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. બે કલાક ઉપર ગેબી પ્રોવિઝન સ્ટોરમાં જીએસટી વિભાગના અધિકારીઓએ સઘન તપાસ હાથ ધરી હતી.
મળતી વિગતો અનુસાર, બોટાદ જિલ્લાના મુખ્ય મથક એવા ગઢડામાં ભાવનગર જીએસટી વિભાગના અધિકારીઓ દરોડા પાડયા હતા. આ દરોડાની કાર્યવાહીને પગલે શહેરના મોટાભાગના વેપારીઓએ દુકાનોના શટર પાડી દીધા હોવાનું સામે આવ્યું છે. ગઢડા શહેરના માર્કેટમાં આવેલી ગેબી પ્રોવિઝન સ્ટોરમાં જીએસટીના અધિકારીઓએ બે કલાક કરતાં વધુ તપાસ સઘન તપાસ કરી હતી. જીએસટી વિભાગના દરોડાથી ગઢડા શહેરના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. કેટલા રૂપિયાની કરચોરી બહાર આવી તે હજી તપાસ બાદ સામે આવશે.