સુરત શહેરમાંથી એક ગંભીર અને ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ભાજપના વોર્ડ નં. 8ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહ સામે દુષ્કર્મનો ગંભીર કેસ લાગ્યો છે. બંનેએ સામે એક યુવતી સાથે દુષ્કર્મ આચરવાનો ગુનો નોંધાયો છે. જેના આધારે સુરત પોલીસે ઝડપથી કાર્યવાહી કરતા બંને આરોપીઓને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

