
DevBhoomi Dwarka News: દેવભૂમિ દ્વારકામાંથી લોકોને સુરક્ષાને લઈને સમાચાર સામે આ રહ્યા છે જેમાં ગોમતી નદીમાં લોકોના નહાવા પર તંત્રએ પ્રતિબંધ ફરમાવ્યું હતું. અવાર નવાર ડૂબવાની ઘટના સામે આવ્યા બાદ ગોમતી નદીમાં તંત્રએ નહાવા પર પ્રતિબંધ ફરમાવ્યું હતું. સુરક્ષાના ભાગ રૂપે જિલ્લા કલેકટર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. લોકોને ગોમતી ઘાટ પરથી દૂર કરવામાં આવ્યા છે તેમજ ગોમતી ઘાટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
હજુ ગઈકાલે જ દ્વારકાની ગોમતી નદીમાં છ યાત્રીઓ ડૂબ્યા હોવાની માહિતી મળી હતી. જેમાં ચાર યુવતી અને એક યુવકને ફાયરની ટીમ અને સ્થાનિક લોકોએ બચાવી લીધા હતા. જ્યારે એક યુવતીનું મોત થયું હતું. આ તમામ જામનગરના રહેવાસી છે. તમામનું રેસકયુ કરાયાં બાદ 108 દ્વારા દ્વારકા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નાની ઉંમરની ભાગેશ્રવરી નામની યુવતીનું મૃત્યુ થયું જ્યારે અન્ય એક યુવતીની હાલત ગંભીર હોવાની માહિતી મળી હતી.