Home / Gujarat / Devbhoomi Dwarka : Family trapped as Gomti river rises

દ્વારકા દર્શનાર્થે ગયેલ પરિવાર ગોમતી નદીનો પ્રવાહ વધતાં ફસાયો, સુદામા સેતુના દરવાજા ખોલી બચાવાયો

દ્વારકા દર્શનાર્થે ગયેલ પરિવાર ગોમતી નદીનો પ્રવાહ વધતાં ફસાયો, સુદામા સેતુના દરવાજા ખોલી બચાવાયો

દ્વારકા દર્શન કરવા ગયેલા શ્રદ્ધાળુઓ ગોમતી નદીમાં ફસાયા હતા. રાજકોટથી દ્વારકા ખાતે દર્શન કરવા આવેલો પરિવાર સવારે ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ ઓછો હોવાથી સામે કાંઠે પહોંચ્યો હતો, પરંતુ અચાનક ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં પરિવાર ફસાઇ ગયો હતો. સ્થાનિક લોકોને આ ઘટનાની પોલીસને જાણ કરી હતી, જેથી તંત્રએ તાત્કાલિક સુદામા સેતુના દરવાજા ખોલી પાણીનું લેવલ ઓછી કરી ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

નદીની જળ સપાટી વધી જતા ફસાયો પરિવાર

પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં બાળકોનું વેકેશન હોવાથી રાજકોટનો પરિવાર દ્વારકાધીશના દર્શને ગયો હતો. દર્શન કર્યા બાદ પરિવારના સભ્યો સવારે ગોમતી નદી પાર કરીને સામે કિનારે ગયા હતા. પરંતુ ત્યારબાદ ગોમતી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં ત્યાં પરિવાર ફસાઇ ગયો હતો. ગોમતી નદીને પેલે પાર પરિવાર ફસાયો હોવાની સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. જેથી તાબડતોબ તેમને બહાર કાઢવાની કવાયત હાથ ધરાઈ હતી.

સુદામા સેતુના દરવાજા ખોલવામાં આવ્યા

પોલીસે પરિવારને બચાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. આ ઘટનાને ઉચ્ચ સ્તરે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ દ્વારા એસ.ડી.એમ. તાત્કાલિક સુદામા સેતુના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. જેથી જળ સ્તર ઘટી જતા ફસાયેલા પરિવારને સુરક્ષિત રીતે નદીને પાર કરાવી હેમખેમ બચાવી લેવામાં આવ્યો હતો.

Related News

Icon