Home / Gujarat / Gandhinagar : GPSC Exam: Deputy Director of Agriculture Class-1 exam cancelled, Assistant Director of Agriculture Class-2 exam postponed

GPSC Exam : નાયબ ખેતી નિયામક વર્ગ-1ની પરીક્ષા રદ, મદદનીશ ખેતી નિયામક વર્ગ-2ની પરીક્ષા મોકૂફ

GPSC Exam : નાયબ ખેતી નિયામક વર્ગ-1ની પરીક્ષા રદ, મદદનીશ ખેતી નિયામક વર્ગ-2ની પરીક્ષા મોકૂફ

GPSC Exam : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વધુ એક પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ ખેતી નિયામક, વર્ગ-1 ની પરીક્ષા રદ કરાઈ હોવા અંગે GPSC દ્વારા સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે જ, મદદનીશ ખેતી નિયામક, વર્ગ-2 ની પરીક્ષા પણ મુલતવી રાખવામાં આવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઉમેદવારોએ કરી હતી રજૂઆત
આ નિર્ણય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને લઈને ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ લેવામાં આવ્યો છે. ઉમેદવારોનું કહેવું હતું કે, પરીક્ષામાં એક જ પુસ્તકમાંથી હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના કારણે બધા ઉમેદવારોને એકસરખી તક મળતી નહોતી. આ બાબતને ધ્યાનમાં રાખીને અને ઉમેદવારોને સમાન તક મળે તે હેતુથી GPSC દ્વારા આ પરીક્ષા રદ કરવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.

GPSCનો મોટો નિર્ણય: નાયબ ખેતી નિયામક વર્ગ-1ની પરીક્ષા રદ, મદદનીશ ખેતી નિયામક વર્ગ-2ની પરીક્ષા મુલતવી 2 - image
 
હવે, આગામી 28 ઑગસ્ટ, 2025ના રોજ આ બંને ભરતીની સંયુક્ત પરીક્ષા યોજવામાં આવશે. આ નિર્ણયથી ઉમેદવારોને તૈયારી માટે વધુ સમય મળશે અને પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહેશે તેવી અપેક્ષા છે. 

ગુજરાત જાહેર સેવા આયોગ હેઠળની નાયબ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ-1ની ભરતી ક્રમાંક 122/2024-25ની કુલ 12 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જ્યારે GPSCની  મદદનીશ ખેતી નિયાકમ વર્ગ-2ની ભરતી ક્રમાંક 121/2024-25ની કુલ 15 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી હતી.

GPSCનો મોટો નિર્ણય: નાયબ ખેતી નિયામક વર્ગ-1ની પરીક્ષા રદ, મદદનીશ ખેતી નિયામક વર્ગ-2ની પરીક્ષા મુલતવી 3 - image

Related News

Icon