Home / Gujarat / Ahmedabad : Congress gears up to form government

ગુજરાતમાં કોંગ્રેસનું થશે નવસર્જન, જિલ્લા પ્રમુખોની વરણી માટે ઓબ્ઝર્વરની નિમણૂક

ગુજરાતમાં કોંગ્રેસનું થશે નવસર્જન, જિલ્લા પ્રમુખોની વરણી માટે ઓબ્ઝર્વરની નિમણૂક

કોંગ્રેસે ગુજરાતમાં સરકાર બનાવવા માટે કમર કસી છે. કોંગ્રેસ ગુજરાતમાં સંગઠન સૃજન અભિયાન કરશે. તેનાથી ગુજરાત કોંગ્રેસનું સંગઠન મજબૂત બનશે. ગુજરાત માટે AICC અને પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા પ્રમુખની નિમણૂક માટે જવાબદારી સોંપવામાં આવી છે. ૪૧ પ્રદેશો માટે AICCના ૪૩ ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. એક AICC ઓબ્ઝર્વર સાથે પ્રદેશ કોંગ્રેસના 4 નિરીક્ષકો રાખવામાં આવશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કોંગ્રેસે પોતાના માળખામાં જળમૂળથી પરિવર્તન કરશે. ગુજરાત કોંગ્રેસના 4 સહ પ્રભારી પોતાના વિસ્તારમાં સંકલનની કામગીરી કરશે. તેની પ્રથમ બેઠક અરવલ્લી જીલ્લામાં મળશે. ગુજરાતના 41 પ્રદેશો માટે 183 PCC ઓબ્ઝર્વરની નિમણૂંક કરી છે જેમાં અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, અમીબેન યાજ્ઞિક, સુખરામ રાઠવા સહિતના નેતાઓ સામેલ છે. અરવલ્લી જિલ્લામાં ૧૫ એપ્રિલના રોજ મોડાસામાં આ બેઠક મળશે. તેમાં રાહુલ ગાંધી પણ હાજરી આપી શકે છે.

Related News

Icon