
વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં બે બુથ પર ફરી શનિવારે મતદાન યોજાશે. માલીડા અને નવા વાઘણીયા બુથ પર ફરી મતદાન થશે. આમ આદમી પાર્ટી દ્વારા બુથ કેપ્ચરિંગની ફરિયાદ નોંધાતા ચૂંટણી પંચે ફરી આ બે બુથ પર મતદાન યોજવાનું નક્કી કર્યું છે. વિસાવદર અને કડી વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ 23 જૂને જાહેર કરાશે.
AAP દ્વારા બે બુથ પર ફરિયાદ નોંધાતા ચૂંટણી પંચ દ્વારા વિસાવદરના માલીડા અને નવા વાઘણીયા બુથ પર મતદાન રદ કરવામાં આવ્યું હતું. શનિવારે માલીડા (86) અને નવા વાઘણિયા (111) બુથ પર ફરી ચૂંટણી યોજાશે.ઉપરોક્ત મતદાન મથક ખાતે હવે તા.21.06.2025ને શનિવારના રોજ સવારે 7.00 થી સાંજે 06.00 વાગ્યા દરમિયાન નવેસરથી મતદાન કરવામાં આવશે.
વિસાવદરના ઇતિહાસમાં કદાચ પ્રથમવાર ફેર મતદારની ઘટના જોવા મળી
નવા વાઘણીયા ગામે બુથ કેપ્ચરિંગ અને બોગસ મતદાનનો પ્રયાસ થયો હતો. પ્રિસાઇડિંગ ઓફિસરોએ સમગ્ર મામલે આર.ઓ.ને રિપોર્ટ કર્યો હતો. ચૂંટણી અધિકારીએ ચૂંટણી કમિશનનું માર્ગદર્શન માંગ્યું હતું. જેમાં ચૂંટણી કમિશન ફેર મતદાનની મંજૂરી આપી હતી. સવારે 7 વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા થશે.