Home / Gujarat : Voting for Gram Panchayat elections across the state tomorrow

આવતીકાલે રાજ્યભરમાં ગ્રામ પંચાયત ચૂંટણીનું મતદાન, 25 જૂને પરિણામ

આવતીકાલે રાજ્યભરમાં ગ્રામ પંચાયત ચૂંટણીનું મતદાન, 25 જૂને પરિણામ

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે 8,326 ગ્રામ પંચાયતો માટે સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં 22મી જૂને સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. આ દરમિયાન રાજ્યના આશરે 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. નોંધનીય છે કે,ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ 25મી જૂને જાહેર થશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ તાલુકાઓમાં ગ્રામ પંચાયત ચૂંટણીઓ રદ કરાઈ

રવિવારે યોજાનારી ચૂંટણીમાં કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીઓના કારણે કડી, જોટાણા, ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય અને બગસરા તાલુકાઓમાં પંચાયત ચૂંટણીઓ રદ કરવામાં આવી છે.

4564 ગ્રામ પંચાયતોમાંથી 751 પંચાયતો બિનહરીફ જાહેર

ગ્રામ ચૂંટણીમાં 4564 ગ્રામ પંચાયતોમાંથી 751 પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે 272 પંચાયતોમાં ઉમેદવારી ન થવાને કારણે બેઠકો ખાલી રહી છે. જેથી 3541 પંચાયતોમાં સામાન્ય, વિભાજન તથા મધ્યસત્ર હેઠળ અને 353 પંચાયતોમાં પેટા ચૂંટણી માટે મતદાન થશે. કુલ 3,656 સરપંચ અને 16, 224 સભ્યપદ માટે ચૂંટણી યોજાશે. રાજ્યભરના 10,479 મતદાન મથકો પર મતદાન થશે, જેમાંથી 3,939 સંવેદનશીલ અને 336 અતિ સંવેદનશીલ મથકો તરીકે ઓળખ થઈ છે.

મતદારો માટે EPIC કાર્ડ ફરજિયાત રહેશે, તેમ છતાં અવારનવાર પરિસ્થિતિમાં માન્ય 14 ઓળખ દસ્તાવેજોમાંથી કોઈ એક સાથે મતદાન કરી શકાશે. મતદાન પત્ર દ્વારા મતદાન કરવામાં આવશે અને સુરક્ષાને પગલે સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ ફોર્સ તેમજ પેટ્રોલીંગ ટીમ તહેનાત કરાશે. ચૂંટણીના 48 કલાક પહેલાં જાહેર સભા અને જાહેર રોશનો પર પ્રતિબંધ રહેશે.

Related News

Icon