
Congress National Adhiveshan: ગુજરાતમાં અમદાવાદ રિવરફ્રન્ટ પર કોંગ્રેસનું અધિવેશન મળ્યું હતું. અમદાવાદ રિવરફ્રન્ટ પર રાહુલ ગાંધી-સોનિયા ગાંધી, કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. રાહુલ ગાંધીએ આ દરમિયાન કોંગ્રેસના સંગઠનમાં બદલાવને લઇને સંકેત આપ્યા હતા આ સાથે જ જાતિગત જનગણનાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
રાહુલ ગાંધીના ભાષણની મહત્ત્વની વાતો
- નવો વકફ એક્ટ ધાર્મિક સ્વતંત્રતા-બંધારણ પર હુમલો
- કોંગ્રેસ જ RSS અને BJPને હરાવશે
- બંધારણમાં આંબેડકર, ગાંધી,કબીરની વિચારધારા
- ગાંધીની વિચારધારા અને સંઘની વિચારધારામાં ફરક
- આજે અગ્નિવીરને ના પેન્શન ના શહીદનો દરજ્જો
- સરકાર બની તો જાતિ જનગણના પર કાયદો બનાવીશું
50 ટકા અનામતની દિવાલ તોડી દઇશું: રાહુલ ગાંધી
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે 'તેલંગાણામાં જાતિ ગણતરી કરવા માટે અમે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. અમારે જાણવું હતું કે આ દેશમાં કોની કેટલી ભાગીદારી છે. મેં સંસદમાં પીએમ મોદીને કહ્યું હતું કે તમે જાતિ ગણતરી કરાવો. દેશને ખબર હોવી જોઇએ કે કેટલા દલિત છે, કેટલા પછાત છે, ગરીબ જનરલ વર્ગના લોકો કેટલા છે.